અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, સાબરમતી, રાણીપ, સરદારનગરમાં બપોરે 2 વાગ્યા પછી વેપાર-ધંધા સ્વૈચ્છિક બંધ રહેશે.

અમદાવાદ શહેરમાં રોજ 3000થી વધુ કેસો આવી રહ્યાં છે ત્યારે હવે લોકોમાં લોકડાઉનની માંગ ઉઠી છે. રાજય સરકારે લોકડાઉનની પરિસ્થિતિ નથી કહી લોકડાઉન નહિં થાય તેમ જણાવ્યું છે. મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓએ પહેલા હજારોની ભીડ ભેગી કરી હતી અને રેલીઓ કરી હતી. શહેરનાં સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, નિર્ણયનગર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં 30 એપ્રિલ સુધી બપોરે ત્રણ વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. જ્યારે વસ્ત્રાપુરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા કરાઇ જાહેરાત છે. નરોડા પાટિયાથી સરદારનગર સુધી વેપારીઓ સ્વયંભૂ નાના મોટા વેપાર સાંજે 4 વાગ્યાથી બંધ રહશે તેમજ બુધવારે સમગ્ર માર્કેટ બંધ રહેશે. ઉપરાંત નરોડા વિસ્તારમાં પણ વેપારીઓએ બંધ રાખવાની જાહેરાત કરી છે. માત્ર દવાની દુકાનો ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *