સાબરમતી નદી પર આવેલા નેહરુબ્રિજને સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે નહેરુબ્રિજ બંધ હોવાથી એલિસબ્રિજ પર ટ્રાફિક જામ વધારે થાય છે. શહેરમાં બીઆરટીએસને મ્યુનિ. દ્વારા બંધ કરવામાં આવી છે ત્યારે પણ બીઆરટીએસ કોરીડોર ખુલ્લા પડ્યા છે. ટ્રાફિકની સમસ્યાથી મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ હવે તમામ બીઆરટીએસ કોરીડોર જનરલ ટ્રાફિક માટે ખુલ્લો મુકી દીધો છે. જેને પગલે આજે AMCએ વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેકમાં તમામ વાહનોને જવાની છૂટ આપી છે. મ્યુનિ. સ્ટેન્ડિંગમાં મળેલી કમિટિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કેજ્યાં સુધી બીઆરટીએસ બંધ છે ત્યાં સુધી આ કોરીડોરનો ઉપયોગ સામાન્ય વાહનો પણ કરી શકે છે. લાલદરવાજા તિલક બાગથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેક હવે તમામ વાહનવ્યવહાર માટે ખોલવાનો નિર્ણય કમિટિમાં લેવાયો છે. નેહરુબ્રિજ સમારકામ માટે છેલ્લા અનેક દિવસથી બંધ છે તેથી લોકોને ટ્રાફિકમાં અગવડ પડે છે.
શહેરના સૌથી વ્યસ્ત એવા નહેરૂબ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી એક મહિના પહેલા 45 દિવસ માટે બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. 1960માં બનેલા 442.34 મીટર લાંબા અને 22.80 મીટર પહોળા બ્રિજનું પહેલીવાર મોટાપાયે રિપેરિંગ થઈ રહ્યું છે. તેના ભાગરૂપે એલિસબ્રિજનો ઉપયોગ કરવાની જાહેરાત કરાઈ છે.