સાયન્સસિટી વિસ્તારમાં પોલીસે ગરીબ લોકોને દંડો બતાવી લારી ગલ્લા બંધ કરાવ્યા જ્યારે મોટી હોટલ અને રેસ્ટોરન્ટ પર કોઈ કાર્યવાહી નહીં.

સાયન્સ સિટી રોડ પર કેટલીક દુકાનો ચાલુ તો કેટલીક દુકાનો અડધા શટર પાડીને પણ ચાલુ જોવા મળી. કોરોનાના કેસ જાણે નાના લારી ગલ્લા લોકોના કારણે વધ્ચા હોય તેમ તંત્ર તેમને જ નિશાન બનાવીને કાર્યવાહી કરી રહ્યું છે. તમામ નિયમોનું પાલન નાના માણસો પાસેજ કરાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં સાયન્સ સિટી અને એસ.જી હાઈવે પરનાં વિસ્તારમાં કર્ફ્યૂનો અમલ થતાં પહેલા લારી ગલ્લા બંધ થઈ જાય છે. જ્યારે મોટી દુકાનો અને રેસ્ટોરન્ટ્સને છુટ મળી હોય તેમ તેમની સામે વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજ્યમાં 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂનું પાલન કરાવવા માટે પોલીસને જ્વાબદારી સોંપવામાં આવી છે. પરંતુ પશ્ચિમ વિસ્તારમાં સોલા પોલીસની એક તરફી કાર્યવાહી જોવા મળી હતી. સાયન્સ સિટી રોડ પર આવેલ અનેક લારી અને ગલ્લાને દંડા બતાવીને પણ બંધ કરાવવામાં આવ્યાં હતાં. પરંતુ પોલીસની નજર સામે જ કેટલીક દુકાનો તથા રેસ્ટોરન્ટ પણ ખુલ્લી હતી જેને બંધ કરાવવા પોલીસેએ તસ્તીનાં લીધી. નજર અંદાજ કરી હોય તેવું લાગી રહ્યું હતું. મોટી દુકાનો અને રેસ્ટોરન્ટને બંધ કરાવવા કોઈ પોલીસકર્મી એ તસ્દી લીધી નહોતી. આમ પશ્ચિમ વિસ્તારના સોલામાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *