અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના પર્સિવિયરેન્સ રોવરે મંગળ ગ્રહ પર ચહલ-પહલ શરૂ કરી છે. નાસા મંગળ ગ્રહ ઉપર જીવનની શોધમાં લાગેલી છે. પર્સિવિયરેન્સ રોવરે પહેલી વખત મંગળ ગ્રહ પર ડ્રાઈવિંગ કરવાનો ઓડિયો મોકલ્યો છે,જેમાં રોવરના વ્હીલના ચાલવાનો અવાજ સાંભળી શકાય છે.નાસામાં ભારતીય મુળના એન્જિનિયર વિંદી શર્માએ જણાવ્યું કે રોવરના બે માઈક્રોફોનમાં હવા અને રોક જમ્પીંગ લેજરનો અવાજ પણ રેકોર્ડ થયેલો છે. બીજા માઈકે કોઈ અવાજ તો રેકોર્ડ નથી કર્યા પરંતુ ટેસ્ટ ડ્રાઈવનો રેકોર્ડ કરવામાં તે સફળ રહ્યું છે.