કેન્દ્રીય સડક-પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં ટોલ પ્લાઝા અન્વયે મહત્વની જાહેરાત કરી છે.કે આગામી એક વર્ષની અંદર દેશના તમામ ટોલ પ્લાઝાનો અંત આવશે. મતલબ કે ટોલ એનએ પૈસા તો ભરવા જ પાડશે. હવેથી ગાડીઓ પર લાગેલી જીપીએસ સિસ્ટમ ની મદદથી ટોલ વસુલવામાં આવશે.કારણ કે ફાસ્ટેગ આવવાથી ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામનું ભારણ તો ઓછું થયું છે પરંતુ હજુ પણ ફાસ્ટેગની લાઇનમાં સમય તો બગડે જ છે. જેના પરિણામે કરોડોનું બળતણ બળે છે. હવે જેવા તમે હાઇવે પર ચડશો તો કેમેરાથી ફોટો પાડી લેવામાં આવશે અને હાઇવેથી ઉતરી જશો એટલે કેમેરાથી ફોટો પડી જશે. જેટલા રોડ પર મુસાફરી કરવામાં આવી છે તે પ્રમાણ માં જ ટોલ આપવાનો રહેશે.