ગુજરાતની શાળા-કોલેજો ૧૦ એપ્રિલ સુધી બંધ ; રાજ્ય સરકાર

ગુજરાતમાં કોરોનાનં સંક્રમણ વધ્યું છે. વધતા સંક્રમણ વચ્ચે શાળા-કોલેજોમાં હાજર રહેવા પર વિદ્યાર્થીઓમાં અસમંજસ હતા ત્યારે શિક્ષણ જગત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે ૧૦ એપ્રિલ સુધી રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર , ગાંધીનગર , જૂનાગઢ અને ભાવનગરમાં શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ રહેશે.આ નિર્ણય તમામ ખાનગી અને સરકારી સંસ્થાઓને લાગુ પડશે. તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાશે. સરકાર અને અધિકારીઓની બેઠકમાં ચર્ચા કર્યા બાદ શાળા-કોલેજોમાં શિક્ષણ બંઘ કરવાનો નિર્ણય લેવાયો છે અને પરીક્ષાઓ પણ ઓફલાઇન બંધ કરવા આદેશ અપાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *