ગુજરાતમાં દારૂ પીવા માટેની મંજૂરીની અરજીઓમાં વધારો થઈ રહ્યો છે. દારૂ પીવા માટેની પરમિટની મંજૂરી માંગતી અરજીઓ ૩ વર્ષમાં બમણી થઇ છે.સૌથી વધુ અરજીઓ સ્વાસ્થ્યના કારણોસર કરવામાં આવે છે.દારૂ પીવા માટેની પરમિટના ચોંકાવનાર આંકડાઓ સામે આવ્યા છે.૨૦૧૭ -૨૦૧૮ માં ૧૭૧૭ અરજીઓને મંજૂરી અપાઈ હતી. ૨૦૧૯ – ૨૦૨૦ માં ૩૫૮૭ અરજીઓને મંજૂરી અપાઈ હતી.૨૦૧૯ -૨૦૨૦ માં ૧૦,૧૮૯ જૂની મંજૂરીઓ પણ રિન્યુ કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અવારનવાર ગેરકાયદે દારૂનો જથ્થો ઝડપાય છે.CM રૂપાણીએ મહિલા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહમાં દારૂબંધી મુદ્દે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, દારૂના વેચાણને ગુજરાતમાં કોઈપણ કાળે મહિલાઓની સુરક્ષા ખતરામાં ના આવે તે માટે છૂટ આપી શકાય નહીં.આજેગુજરાતમાં રાત્રે મહિલાઓ નીકળી શકે છે. તે ગુજરાતમાં દારૂબંધીને કારણે છે.