ચેક બાઉન્સ ના કેસો વધી રહ્યા છે. આજે ચેક બાઉન્સ ના કેસો ની સંખ્યા ૩૫ લાખ ના આંકડા ને પાર થઈ ગયો છે. ચેક બાઉન્સ ના કેસો ના ઝડપી નિકાલ માટે સુપ્રીમે એક સમિતિ ની રચના કરી છે. સરકાર ની સંમતી થી સુપ્રીમે આ નિર્ણય લીધો છે. આ સમિતિ રાજ્ય સરકારો સહિતના અન્ય ભાગીદારો સાથે મળશે અને તેના સૂચનો પર ધ્યાન આપશે . ૩ મહિનામાં સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે . વિવિધ કેન્દ્રીય મંત્રાલયના અધિકારીઓ પણ આ સમિતિમાં સામેલ થશે. આ સમિતિ ના અધ્યક્ષ સેવાનિવૃત્ત જસ્ટિસ આરસી ચૌહાણ છે.