અમદાવાદ માં ગેરકાયદેસર બાંધકામો સામે નોટીસ

અમદાવાદ માં રોજ નવા ગેરકાયદેસર બાંધકામો મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગના સ્ટાફની મહેરબાની  હેઠળ બંધાઈ રહ્યા છે. ઈમ્પેકટફીનો કાયદો અમલમાં મુકાયા પછી  પણ  પાંચ લાખથી વધુ ગેરકાયદે બાંધકામો થઈ ગયા છે. હાઈકોર્ટમાં થયેલી જાહેરહીતની અરજી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે બી.યુ.પરમીશન વગરના બાંધકામો શોધીને નોટીસ આપવામાં આવી છે , અને ત્યાર પછી  ત્રણ દિવસમાં બી.યુ.પરમીશન અથવા તો ફાયર એન.ઓ.સી.ના ધરાવતા બિલ્ડિંગોને જરૂરી મંજુરી મેળવવાની નોટીસ ફટકારવાનું શરૂ કર્યું છે . આ કાર્યવાહી થી  ઉગ્ર વિવાદ થવા ની શક્યતા જણાય છે. આ નોટીસમાં સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે,આ નોટીસ મળ્યાના ત્રણ દિવસમાં મંજૂરી ના  મેળવે તો  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી સુવિધાઓ બંધ કરવાથી માંડી ને  બિલ્ડિંગને સીલ કરવા સુધીની કાર્યવાહી  મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *