ગુજરાત નું ૨૦૨૧ નું બજેટ જાહેર થઇ ગયુ છે.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને નાણાંપ્રધાને ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ જાહેર કર્યુ છે અને તેઓ એ પર્યાવરણને બચાવવાની અને ગ્લોબલ વોર્મિંગના અનુસંંધાન માં એક નવી સોલાર પોલીસીની પણ જાહેરાત કરી છે. જેમા કચ્છ , બનાસકાંઠા , રાજસ્થાનની બોર્ડર અને પાકિસ્તાનની બોર્ડર પાસેેેેેની બિનઉપજાઉ જમીન પર સોલાર પ્રોજેકટ્સ બનાવવામાં આવશે. તેમણે વધુુમાં જણાવ્યુુ કે આ પ્રોજેક્ટમાં પર્યાવરણને કોઇ પણ પ્રકાર ની હાની પહોંંચાડ્યા વિના વિજળીનું ઉત્પાદન કરવામાં આવશે. આ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટથી ૩૦ હજાર મેગા વોટ વિજળીનું ઉત્પાદન થશે. મેટ્રો પ્રોજેક્ટ માટે પણ ૫૬૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ૨૦૨૧-૨૨ નુ કુલ બજેટ ૨,૨૭,૦૨૯ કરોડનું રજૂ થયુ છે. આ ઉપરાંત સરકારે એગ્રિકલ્ચર , ફૂડ પ્રોસેસિંગ વગેેેેરે ક્ષેત્રો પર પણ મહત્વ આપ્યુ છે.