જીએસટી રીટર્ન ભરવાની મુદત હવે ૩૧ માર્ચ સુધી લંબાવાઈ

 દરેક   બિઝનેસમેનો માટે નિયત સમયમાં GST રીટર્ન ભરવું ફરજીયાત થયુ ગયુ છે ત્યારે કેન્દ્ર સરકારે સેંકડો કરદાતાઓ નેે જીએસટીઆર-૯ તથા જીએસટીઆર-૯સી રિટર્ન સમયસર ભરવામાં મુશ્કેલી  પડતા  જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાની મુદત વધારી તેમાં રાહત આપી છે. આ રીતે  હવે ૨૦૧૯-૨૦નું વાર્ષિક રિટર્ન ૩૧ માર્ચ સુધી ભરી શકાશે. સોમવારે નાણાંમંત્રાલય દ્વારા સતાવાર જાહેરાત કરાઇ છે.પહેલા  આ મુદત ૨૮ મી ફેબ્રુઆરી સુધીની  હતી જે હવે ૩૧ માર્ચ સુધી લંબાવાઇ છેેે.જીએસટીઆર-૯ એ  વાર્ષિક રિટર્ન હોવાને કારણે રજીસ્ટર્ડ કરદાતાઓએ જીએસટી હેઠળ  વાર્ષિક ધોરણે ભરવાનું હોય છે. તેમા જે માલની ખરીદ-વેેેેચાણ અને  તેની આવક-જાવકના આંકડા ત દર્શાવવાના હોય છે.જીએસટીઆર-૯સીનું ઓડીટ કરેલું સ્ટેટમેન્ટ અને જીએસટીઆર- ૯ બન્ને  પુરક હોય છે.. સેંકડો કરદાતાઓની સરકાર સમક્ષ મુદત માં વધારો  કરવા પ્રબળ માંગ હતી. ૨ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતા માટે જીએસટીઆર ૯ ફરજીયાત હોય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *