દરેક બિઝનેસમેનો માટે નિયત સમયમાં GST રીટર્ન ભરવું ફરજીયાત થયુ ગયુ છે ત્યારે કેન્દ્ર સરકારે સેંકડો કરદાતાઓ નેે જીએસટીઆર-૯ તથા જીએસટીઆર-૯સી રિટર્ન સમયસર ભરવામાં મુશ્કેલી પડતા જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાની મુદત વધારી તેમાં રાહત આપી છે. આ રીતે હવે ૨૦૧૯-૨૦નું વાર્ષિક રિટર્ન ૩૧ માર્ચ સુધી ભરી શકાશે. સોમવારે નાણાંમંત્રાલય દ્વારા સતાવાર જાહેરાત કરાઇ છે.પહેલા આ મુદત ૨૮ મી ફેબ્રુઆરી સુધીની હતી જે હવે ૩૧ માર્ચ સુધી લંબાવાઇ છેેે.જીએસટીઆર-૯ એ વાર્ષિક રિટર્ન હોવાને કારણે રજીસ્ટર્ડ કરદાતાઓએ જીએસટી હેઠળ વાર્ષિક ધોરણે ભરવાનું હોય છે. તેમા જે માલની ખરીદ-વેેેેચાણ અને તેની આવક-જાવકના આંકડા ત દર્શાવવાના હોય છે.જીએસટીઆર-૯સીનું ઓડીટ કરેલું સ્ટેટમેન્ટ અને જીએસટીઆર- ૯ બન્ને પુરક હોય છે.. સેંકડો કરદાતાઓની સરકાર સમક્ષ મુદત માં વધારો કરવા પ્રબળ માંગ હતી. ૨ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતા માટે જીએસટીઆર ૯ ફરજીયાત હોય છે.