ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.રોજબરોજ નવા કેસ નોંધાતા જાય છે.ગુજરાતના આસપાસ ના રાજ્યોમાં પણ ફરી કોરોના કેસની સંખ્યા વધી રહી છે.અનેક ડૉક્ટરોએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાઇરસના કેસ વધવાની ચેતવણી આપી હતી. લોકો માસ્ક પહેરતા નથી અને તેમના મેળાવડા પણ થાય છે તો આવી સ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યુુ છે. અમદાવાદના જાણીતા ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગે બીબીસી સાથે વાત કરતા જણાવ્યુ કે કોરોનાની સ્થિતિ નો ૧૫ દિવસ કે મહિના પછી જ ખ્યાલ આવશે પરંતુ સ્થિતિ બગડવાની સંભાવના ચોક્કસ રહેલી છેતેમણે વધુમાં કહ્યું કે જે રીતે રાજકીય પક્ષોની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ઉલ્લંંઘન થયુુ તે કારણ પણ હોઈ શકે છે.કોરોના ના કેસ ચિંતજનક વધવાને કારણે અમદાવાદ , સુરત , રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂને બે અઠવાડિયા માટે વધારી લંબાવ્યો છે.