વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં પ્રથમ હિંસાની ઘટના જોવામાં આવી છે. કડાપારા વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ ભાજપના વિરોધમાં મોડી રાતે પરિવર્તન રથ પર રાતે ૧૧ વાગે ભાજપના કડાપારા ગોડાઉનમાં ઘૂસીને હુમલો કર્યો હતો. ભાજપે ટીએમસીના કાર્યકરો વિરુધ્ધ હુમલાનો આક્ષેપ કરતા જણાવ્યુ છે કે તેમની ગાડીઓ તથા તેમાં લાગેલા એલઈડી ટીવીમાં પણ ભારે તોડફોડ કરી હોવાનો દાવો કર્યો છે. મોડી રાતે થયેલી આ હિંસક ઘટના બાદ બંને દળ વચ્ચેની અથડામણ નો દોર ચાલુ થયો છે બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે આ ઘટનાનો વીડિયો ટ્વીટ કરી અને “કદાચ ગુંડાઓએ ચૂંટણી પંચને પડકાર આપ્યો છે” તેવી ટેગલાઈન લખી હતી.