અહી કૃષિ કાયદાને રદ કરવા અને એમએસપી અંગે કાયદો બનાવવાની માગણી સાથે દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને બે મહિના ઉપર વધુ સમય થઈ ગયો છે. ૨૬ જાન્યુઆરી ને દિને ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પછી દિલ્હી પોલીસે રાજધાની દિલ્હીને કિલ્લેબંધીમાં ફેરવી નાંખી છે અને ત્યારે હવે ખેડૂતો દિલ્હીના બદલે દિલ્હી-એનસીઆર તરફ વળ્યા છે. અને ગાઝીપુર સરહદથી ખેડૂતોએ ગુરુવારે કેહતા તા. ૬ ફેબુ્રઆરીને શનિવારે દિલ્હી-એનસીઆરમાં ત્રણ કલાક સુધી ચક્કાજામ કરવાનું એલાન કરવા આવ્યુ છે.
ખેડૂત નેતાઓએ કહ્યું કે ૬ ફેબુ્રઆરીએ સમગ્ર દેશમાં આંદોલન થશે અને સાથે જ બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ વાગ્યાથી વાગ્યા સુધી ચક્કાજામ કરીને રસ્તાઓ બ્લોક કરી દઈશું. કૃષિ કાયદાઓ પર ચાલતી રેલી અંગે રાજધાની દિલ્હીની આજુબાજુ ગાઝીપુર, ટિકરી અને સિંઘુ સરહદો પર ખેડૂતોનું આંદોલન ૭૧ નો દિવસ ચાલુ છે.કૃષિ કાયદા રદ કરવા માટે ખેેેેડુત મુદ્દે સરકાર સાથે આર-પારની લડાઈનું એલાન કરી દીધું છે.
અહી સિંઘુ સરહદ પર આંદોલન કરતાં સંયુક્ત ખેડૂત મોરચાનું કહેવું છે કે તેમને સતત ધમકીઓ મળી રહી છે, અને એવામાં તેમને ઓફિસ પર હુમલાનો ભય છે. છેલ્લા બે મહિનાથી આ સ્થળ ખેડૂતોના આંદોલનનું કેન્દ્રબિંદુ હતું, પરિણામે સંયુક્ત ખેડૂત મોરચાએ તેની ઓફિસ સલામત જગ્યાએ શીફ્ટ કરવાની તૈયારી કરી છે.
તે દરમિયાન ખેડૂત આંદોલન અંગે સરકાર એ વલણના મુદ્દે ગુરુવારે પણ સંસદમાં વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો અને સંસદની કાર્યવાહી કરી દીધી હતી અને સંસદમાં રાજદ નેતા મનોજ ઝાએ કહ્યું હતું કે, અદાણીના કોલ્ડ સ્ટોરેજ અને ગોડાઉન તેમને સત્તા તે અપાવી શકશે નહીં.
ખેડૂતો સાથેની ૧૧ બેઠકો એટલા માટે નિષ્ફળ રહી,આ સરકારને ૩૦૩ બેઠકો ખેડૂતોના કારણે મળી છે. કારણ કે કેન્દ્રીય મંત્રીઓ આત્મવિશ્વાશ મા ડૂબેલા છે અને તેઓ ચર્ચા કરવામાં વિશ્વાસ ધરાવતા નથી. અને લોકસભામાં પણ વિપક્ષે સતત ૩ દિવસે કાર્યવાહી ખોરવી હતી અને ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો છે.