બજેટ 10 હજાર કરોડનું હશે, ગયા વર્ષના 1200 કરોડના વિકાસકાર્ય સ્થગિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન.

અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ ૨૦૨૦-૨૦૨૧ નું કદ ૧૦,૦૦૦ કરોડને પહોચી જશે.અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના પગલે અંદાજપત્રને માર્ચ ને અંતમાં મંજૂરી આપવામાં આવશે. તો આ વર્ષે  બજેટમાં ટેક્સ માળખામાં કોઇ વધારો નહીં કરવાની શક્યતા જોવા મા આવી રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકાની નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીને કોરોનાનું ગ્રહણ લાગતાં ચૂંટણી હાલ વિલંબમાં પડી છે. અને રાજ્યચૂંટણી પંચે અમદાવાદ સહિત તમામ ૬ કોર્પોરેશનની ચૂંટણી ૨૧ ફેબ્રુઆરીએ યોજવાનો નિર્ણય લિધો છે.એ પરિણામે નિયમ મુજબ ફેબ્રુઆરીમાં મંજૂર થતું અંદાજપત્ર આ વર્ષે માર્ચમાં સરકાર દ્વારા મંજૂરી અપાય તે સ્થિતિનું સર્જન થયું છે.અને  ગયા વર્ષની તુલનામાં આ અંદાજપત્રનું કદ ૪૦૦ કરોડ વધુ હોઇ શકે એવી આવશ્કયતા.

અમદાવાદ કોર્પો.બજેટનું કદ કેટલું હશે ?

વર્ષ-૨૦૨૦-૨૦૨૧          બજેટનું કદ ૯૬૦૦ કરોડ  હતું.

વર્ષ-૨૦૨૨-૨૦૨૨          બજેટનું કદ ૧૦,૦૦૦ કરોડ હશે.

વર્ષ-૨૦૨૧-૨૦૨૨          બજટેનું કદ ૪૦૦ કરોડ વધુ હોવાનો અંદાજ છે.

વર્ષ-૨૦-૨૧ માં બજેટનું કદ ૯૬૦૦ કરોડનું હોવા છતાં પણ યોગ્ય વિકાસકાર્ય કોરોના ના કારણે થઇ શક્યા નથી. અને અંદાજે ૧૨૦૦ કરોડના વિકાસકાર્ય કોરોનાગ્રહણના પગલે સ્થગિત થયા છે.અને હાલ કોર્પો.માં વહીવટીશાસન હોવાથી કમિશનર ૨૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે.અને ત્યારબાદ બજેટને સરકારની મંજૂરી માટે મોકલી અપાશે.અને સરકારની મંજૂરી મળે ચૂંટણી ત્યારબાદ શાસનધૂરા સંભાળતું કોર્પોરેશનનું પ્રથમ બોર્ડ બજેટ-૨૦૨૧-૨૦૨૨ને આખરી મંજૂરી આપી શકાશે.અને એકંદર આ વર્ષનું બજેટ ચૂંટણીના કારણે વેરામાં ફેરફાર વિહોણું અને નગરજનોના શિરે કોઇપણ પ્રકારના વેરા વધારા વિનાનું બજેટ હશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *