સુપ્રીમ કોર્ટે પોલીસને ઑથોરિટી આપવા મા આવી છે.
છેલ્લા ૫૬ દિવસથી દિલ્હીના સીમાડે અડ્ડો જમાવી બેઠેલા હજારો ખેડૂતો ૨૬મી જાન્યુઆરીએ યોજાતી પ્રજાસત્તાક દિન ની પરેડમાં ટિકિટ ખરીદીને કે બીજી કોઇ રીતે પ્રવેસ નહીં કરી શકે એવા સમાચાર મળી આવીયા છે.
આ ફેરીની પરેડમાં દિલ્હી પોલીસ થ્રી ટાયર સિક્યોરિટી ગોઠવી રહી છે.સુપ્રીમ કોર્ટના આ આદેશ પછી જાણકારો એવો મત ધરાવતા થયા હતા કે પ્રજાસત્તાક દિને બંને પક્ષો વચ્ચે અથડામણ થવાની શક્યતા છે. આમ પણ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ઑથોરિટી આપી દીધી છે કે દિલ્હીમાં કોને પ્રવેશ આપવો અને ન આપવો એ દિલ્હી પોલીસ નક્કી કરશે.
અને સિક્યોરિટી વધારી દેવાનું કારણ એ પણ છે કે પ્રજાસત્તાક દિનની આસપાસ આતંકવાદીઓ હુમલો કરવાના સમાચાર મળી રહ્યા હોવાની બાતમી ખાતાને મળી આવી છે.
ત્યા હિંસક અથડામણની શક્યતા જોતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને સિક્યોરિટી વધારી દેવામાં આવશે.અને જો કોઇ વ્યક્તિ એન્ક્લોઝરમાંથી ઊઠીને સરકવા જશે તો દિલ્હી પોલીસના એને તરત પકડી લેશે..એક પોલીસ ટુકડી હાલ દિલ્હીના જે સીમાડે છે ત્યાં રોકી દેવાનો પ્રયાસ કરશે, દિલ્હીની તમામ સરહદો પર બેરીકેડ્સ લગાવી દેવામાં આવશે, બીજે તબક્કે રાજમાર્ગ પર જવાના તમામ માર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવશે. પરેડની ટિકિટ લઇને અંદર આવનારા દરેકે વ્યક્તિ ખરીદતી વખતે દેખાડેલું પોતાનું આઇ.ડી કાર્ડ પોલીસને દેખાડવું રહેેેેેશે. આ વખતે કોઇને ફ્રી પાસ આપવામાં આવશેે નહિ.એન્ક્લોઝરમાં બેઠેલી દરેક વ્યક્તિના હાવભાવ પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે.તે દરમિયાન તમામ વીઆઇપીઓની સિક્યોરિટી વધારી દેવામાં આવશે. પંત માર્ગ પર આવેલા ગુરુદ્વાર રકબગંજની આસપાસ પણ સિક્યોરિટી વધારી દેવામાં આવેલ છે.અને કેટલાક માર્ગો પર પિકેટ લગાડીને ચોવીસે કલાક ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે . આ દિલ્હી પોલીસે વિચારેલી થ્રી ટાયર સિક્યોરિટી આ પ્રકારની હશે.