અવે અમદાવાદમાં માણી શકાશે આજથી ક્રૂઝબોટની મુસાફરી..

આ ક્રૂઝબોટમા એક સાથે ૬૦ લોકો બેસી ને સવારી કરી શકે તેવી વ્યવસ્થા છે. આ ક્રૂઝબોટમા કોરોના વાયરસના કારણે ફુલ સેનિટાઈઝ કરાયા બાદ જ મુસાફરી કરવા મા આવશે.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નવા વર્ષની શરૂઆતમાં અમદાવાદી લોકો માટે બોટિંગ તેમજ વોટર સ્પોર્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ હવે રિવરફ્રન્ટ પર આજથી રિવર ક્રૂઝબોટની મજા લોકો માણી શકશે.

આ ક્રૂઝબોટમાં ફૂલ AC મા બેસી શકે તેવી વ્યવસ્થા છે. બોટિંગ સેવાનો ખૂબ સારો અભિપ્રાય મળ્યો છે. અને રિવરફ્રન્ટ ખાતે બે પોઇન્ટ પર બોટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં પેહેેેેલો પોઇન્ટ વલ્લભ સદન અને બીજો પોઇન્ટ ઉસ્માનપુરા નજીક શરૂ કરવામાં આવ્યો છે.

આ બોટ મા એ રીતે આયોજન કરવામાં આવ્યું છે કે નાગરિકો અંદર જન્મદિવસની ઉજવણી,કિટી પાટી અનેે અન્ય પ્રસંગોની ઉજવણી કરી શકશે.

આ બોટ માટે ગોવા થી ખાસ બોટ-કેપટનને આ ક્રુઝના ઓપરેટિંગ માટે બોલાવવામાં આવ્યા છે.અને આ સ્પેનથી ખાસ મંગાવવામાં આવેલી ક્રુઝબોટ આગામી સમયમાં સાબરમતી નદીમાં દોડાવવામાં આવશે એવી વાત જાનવા મા આવી છે.અને આ બોટ મા ૨૦ મિનિટના ૨૦૦ રૂપિયા લેખે આ ક્રુઝબોટ ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ નદીમાં ખુલ્લી મુકાશે.

આગામી સમયમાં અમદાવાદમાં પણ ક્રુઝબોટની સંખ્યા વધારવામાં આવશે એવી વાત. આ ક્રુઝબોટ સવારના ૯:૦૦ થી રાતના ૯:૦૦ કલાક સુધી ચલાવવામાં આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *