અમદાવાદ અને સુરતમાં 2008માં થયેલા સિરિયલ બોબ્મ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ આરોપી દિલ્હીની સ્પેશિયલ ટીમ દ્વારા ઘરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આતંકી અબ્દુલ સુભાન તૌકીરની કસ્ટડી સોપવામાં આવી છે. અમદાવાદમાં થયેલા વિસ્ફોટ બાદ તેનું નામ બહાર આવ્યું હતું. અને અમદાવાદ પોલીસ સહિત દેશની મોટો ભાગની એજન્સીઓ તેને શોધી રહી હતી. કારણ કે, મુંબઇમાં 2006માં ટ્રેનમાં થયેલા વિસ્ફોટમાં પણ તેનું નામ ખુલ્યું હતું.