ભારત વિરોધી નિવેદનથી કેનેડામાં રાજનીતિ, પોતાના જ દેશમાં ઘેરાયા ટ્રૂડો

કેનેડાની નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (NSA) ડેનિયલ જેનાના એ નિવેદન પર વિવાદ વધી રહ્યો છે, જેમાં તેઓએ ખલિસ્તાન સમર્થક જસપાલ અટવાલને વિઝા આપવા પાછળ ભારતનું કાવતરું હોવાની વાત કહી હતી. શુક્રવારે વિપક્ષે NSAને પોતાના નિવેદનને સાબિત કરવાની માંગણી કરતા સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે, ટ્રુડોની લિબરલ પાર્ટીએ બહુમતનો ઉપયોગ કરતા પ્રસ્તાવ અટકાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, જેનાએ કહ્યું હતું કે, ટ્રુડોની ભારત મુલાકાત નિષ્ફળ કરવા પાછળ ભારતનો હાથ છે. તેમના આ નિવેદનનું વડાપ્રધાન ટ્રુડોએ પણ સમર્થન કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *