ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદ પર સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ફરી એકવાર ચાઈનિઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે પબ્જી સહિત 118 ચાઈનિઝ મોબાઈલ એપ્લિકેશન પર આઈટી મંત્રાલયે પ્રતિબંધ મુક્યો છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ચાઈનિઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવાયો હતો. હાલમાં જ સરકારે પહેલા 59 એપ પર પ્રતિબંધ લાદ્યો હતો જેમાં ટીકટોક પણ સામેલ હતું. બાદમાં વધુ 47 એપ પર પ્રતિબંધ મુક્યો હતો. જ્યારે આજે ફરી સરકાર તરફથી પબ્જી સહિત 118 એપ પર પ્રતિબંધ મુક્યો છે.
સરહદ પર ભારત અને ચીનની વચ્ચે સરહદ પર તણાવ છે. ગલવાન ઘટના બાદ ભારતે ચીનની વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે, અને એક પછી એક ચાઇનીઝ પ્રોડક્ટ્સ અને ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે હવે ભારત સરકારે વધુ 118 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો છે.