જમ્મુ કાશ્મીરના બારામુલામાં આતંકવાદી હુમલો, બે જવાન, એક પોલીસ અધિકારી શહીદ

જમ્મુ કશ્મીરમાં આવેલ બારામુલા વિસ્તારમાં આજે સવારે CRPFના જવાનો પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં એક સ્પેશિયલ પોલીસ ઑફિસર અને CRPFના બે જવાનો શહીદ થયા હતા. હુમલાખોરો આતંકવાદી હુમલો કરીને ભાગી જવામાં સફળ થયા હતા. સુરક્ષા દળોએ સમગ્ર ક્રેઇરી વિસ્તારને ઘેરી લીધો હતો.  હુમલાખોરોની ચારેય તરફ શોધખોળ ચાલુ હતી.

આજે સવારે CRPFની ટુકડી ક્રેઇરી વિસ્તારમાં નાકા પાર્ટી તરીકે ફરજ બજાવી રહી હતી. ત્યારે અચાનક ત્રાટકેલા આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ફાયરીગમાં CRPFની 119 બટાલિયનના બે જવાનો ઘાયલ થયા હતા.  ઘાયલ થયા બાદ આ બંને જવાનો થયા હતા. આ ઉપરાંત જમ્મુ કશ્મીર પોલીસના એક વરિષ્ઠ અધિકારી પણ શહીદ થયા હતા. આમ ત્રણ જવાનો શહીદ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *