ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થયા બાદ દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા હતા. દિલ્હીમાં કોરોના સંક્રમણને રોકવા માટે યોજેલી બેઠકો દરમિયાન તેમને ચેપ લાગ્યો હતો. આજે તેઓ ફરી સ્વસ્થ થયા છે. જોકે, હજુ પણ તેઓ હોમ આઈસોલેશનમાં રહેશે.
ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, આજે મારો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરને આભાર વ્યક્ત છું અને જેમણે મારી તબિયત માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને મારા પરિવારને દિલાસો આપ્યો તે તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. તેમજ મેદાંત હોસ્પિટલ ના બધાજ ડોક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ડોક્ટરોની સલાહ અનુસાર હજુ થોડાક દિવસ હું હોમ આઈસોલેશનમાં રહીશ.
आज मेरी कोरोना टेस्ट रिपोर्ट नेगेटिव आई है।
मैं ईश्वर का धन्यवाद करता हूँ और इस समय जिन लोगों ने मेरे स्वास्थ्यलाभ के लिए शुभकामनाएं देकर मेरा और मेरे परिजनों को ढाढस बंधाया उन सभी का ह्रदय से आभार व्यक्त करता हूँ।
डॉक्टर्स की सलाह पर अभी कुछ और दिनों तक होम आइसोलेशन में रहूँगा।— Amit Shah (@AmitShah) August 14, 2020
कोरोना संक्रमण से लड़ने में मेरी मदद करने वाले और मेरा उपचार करने वाले मेदांता अस्पताल के सभी डॉक्टर्स व पैरामेडिकल स्टाफ का भी आभार व्यक्त करता हूँ। @medanta
— Amit Shah (@AmitShah) August 14, 2020
ગૃહમંત્રી અમિત શાહની ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 2 ઓગષ્ટના રોજ અમિત શાહનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને કોરોના વાયરસના સામાન્ય લક્ષણો હતાં. ત્યારપછી ડોક્ટરોની સલાહ પર તેઓ મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા હતાં.