ભાવનગર જિલ્લામાં આવેલ ભંડારિયા ગામના વતની શક્તિસિંહ ગોહિલ આસામમાં શહીદ થયા હતા. ત્યારે આજે તેમના પાર્થિવશરીરને તેમની જન્મભૂમિ ભંડારિયા લવાયો હતો. ત્યારે ઠેર-ઠેર તેમને સન્માનીત કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લોકોએ તેમની પર પુષ્પવર્ષા કરી શક્તિસિંહ તુમ અમર રહો અને ભારત માતા કી જય નારા લગાવ્યા હતા. શહીદ શક્તિસિંહ ગોહિલના પાર્થિવશરીરને ગાર્ડ ઓફ ઓનર આપીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.તે ઉપરાંત ભંડારીયા ગામ સ્વયંભૂ બંધ રખાયું હતું.
ભાવનગર જિલ્લામાં આવેલ ભંડારિયા ગામના શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ આર્મીમાં ભરતી થયા હતા અને નોકરી પૂર્ણ કરી હતી.તેઓને એક્સટેન્શન અપાતાં આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ બજાવતા હતા. તે દરમિયાન હ્રદય રોગનો હુમલો આવતા વીરગતિને પામ્યા હતાં.વીરગતિ પામેલા શહીદ શક્તિસિંહજી ગોહિલના પાર્થિવ શરીરને આજે પાંચમા દિવસે તેમની જન્મભૂમિ ભંડારિયા લાવવામાં આવ્યો હતો. ત્યારે લોકોએ શક્તિસિંહ તુમ અમર રહો અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતાં.
વીર આર્મીમેન શક્તિસિંહ ગોહિલ ચાર બહેનો વચ્ચે એક જ લાડકવાયા ભાઈ હતા. રક્ષાબંધન પહેલા ભાઈ વીરગતિને પ્રાપ્ત થયો હોવાના સમાચાર મળતાં બહેનોની આંખમાંથી આંસુ આવું ગયા હતા. તો બીજી તરફ તેના માતા પિતાનો એક જ દિકરો હોય અને જે શહીદ થયો હોવાના સમાચાર મળતાં જ ભાંગી પડ્યાં હતાં.