અમદાવાદમાં ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતા પોલિસ અને AMC એ કરાવ્યુ બંધ

અમદાવાદમાં એલિસબ્રિજ ખાતે આવેલ ગુજરી બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટીપડયા હોવાની માહિતી મળતા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે વિક્ટોરિયા ગાર્ડન પાસે જઈ ગુજરી બજાર બંધ કરાવ્યું હતું. આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાથી પોલીસ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

અમદાવાદમાં ધીરે-ધીરે હવે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. ત્યારે હવે લોકો બેફામ બની સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર અને માસ્ક પહેર્યા વગર રોડ પર ફરતા જોવા મળી રહ્યા છે. ઉપરાંત આજે વહેલી સવારે શહેરના GIDC ગ્રાઉન્ડ ખાતે યુવાનો મોટી સંખ્યામાં ક્રિકેટ રમવા માટે એકઠા થયા હતા. જોકે પોલીસ આવતા નાશભાગ થઈ હતી. ત્યારપછી એલિસબ્રિજ પાસે ગુજરી બજારમાં પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

કોરોના વાઈરસનો ડર જ ના હોય તેમ લોકો માલ-સામાન લેવા માટે ગુજરી બજારમાં એકઠા થયા હતા. બીજી તરફ ઈદ આવતી હોવાથી લોકો બકરાની ખરીદી કરવા પણ મોટા પ્રમાણમાં એકત્રિત થયા હતા. અને જો આ ભીડમાંથી કોઈપણ એકને કોરોના વાઈરસ હોય તો મોટા પ્રમાણમાં લોકલ કોરોના સંક્રમણનો ખતરો ઊભો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *