કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, હૈદરાબાદથી યુવતીઓ લાવતી હતી

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે અમદાવાદમાં દેહવ્યાપાર નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં જુદી-જુદી જગ્યાએ દેહવ્યાપાર માટે યુવતીઓને મોકલવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. મળેલ માહિતી અનુસાર આ યુવતીઓને દેહવ્યાપાર માટે હૈદરાબાદથી લાવી અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મોકલવામાં આવતી હતી. યુવતી પાસે દેહવેપાર કરાવતા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

મળેલ માહિતી અનુસાર કોરોના મહામારી માં હૈદરાબાદથી યુવતીઓને લાવી અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનો પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ મામલે વટવા જીઆઇડીસી પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. તેમજ દેહવ્યાપાર કરાવનાર મુખ્ય મહિલા આરોપી ફરાર છે.

અમદાવાદ ની વટવા GIDC પોલીસે જે બે લોકોની ધરપકડ કરી છે તેમની સાથે હાલ પુરપરછ કરી રહી છે તથા મુખ્ય મહિલા આરોપીને પકડવાનો પ્રયાસ કરી રહી છે. વટવા પોલિસે વધુ માહિતી એકઠી કરવા તપાસ હાથ ધરી છે.તેમજ આ સમસ્ત રેકેટ અંગે હાલ વધુ માહિતી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *