V’dayમાં સામે આવ્યો એશનો આ કાતિલ લુક, 44 વર્ષે પણ લાગે છે એકદમ HOT

મુંબઈઃબોલીવૂડ એકટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન ઠીક એક વર્ષ પહેલાં ‘એ દિલ હે મુશ્કિલ’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે રણબીર કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી તો હવે તેની મોસ્ટ અવેટડ ફિલ્મ ‘ફન્ને ખા’નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ તસવીરમાં એશ્વર્યા ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.

એશ્વર્યાના લુકને KriArj Entertainment એ ટ્વિટર ઉપર શેર કર્યો છે. આ તસવીરમાં એશ્વર્યા મિલિટ્રી જેકેટની સાથે બ્લેક ટોપ અને જીન્સ પહેરેલી જોવા મળે છે. સાથે જ ગોગલ્સ તેની ઉપર સારા લાગી રહ્યા છે.

થોડાં દિવસ પહેલાં એશ્વર્યાના આ લુકની તસવીર વાયરલ થઇ હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ તસવીર શૂટિંગ દરમિયાનની છે. આ ફિલ્મમાં એશ્વર્યા સિવાય અનિલ કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *