નેધરલેન્ડ્ઝ , ઓસ્ટ્રિયા , ઈટાલી , સ્વિત્ઝર્લેન્ડ , ઈઝરાયેલ , જર્મની સહિત આખા જગતમાંથી મર્દો બાવેરિયાના એજિંગમ સી ખાતે દાઢી – મૂછ ઓલિમ્પિકમાં ભાગ લેવા ઊમટી પડયા છે . બેસ્ટ દાઢી – મૂછ પસંદ કરવા માટે ડાલી , મસ્કેટિયર અને નેચરલ જેવી અનેક કેટેગરી બનાવવામાં આવી છે . નેચરલ કેટેગરીમાં એવા દાઢી – મૂછધારી મર્દો આવે છે જેઓ કોઈ જાતની સ્ટાઈલિંગ પ્રોડક્ટ ન વાપરતા હોય . બેસ્ટ દાઢી – મૂછ પસંદ કરવા માટે હેર – ડ્રેસર અને બાર્બરનો વ્યવસાય કરતા સાત નિષ્ણાતોની જ્યૂરી બનાવવામાં આવી છે . તેઓ દાઢી – મૂછધારીઓના વાળની ઘનતા , લંબાઈ બંને તપાસીને સરેરાશ કાઢશે .