ચીનના ઇજિન પ્રાંતમાં લૉકડાઉન

ચીનના ઈજિન પ્રાંતમાં સરકાર દ્વારા કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે . સોમવારથી અમલી બનનાર લોકડાઉનને કારણે લોકોને ઘરમાં જ કેદ રહેવા ફરમાન કરાયું છે . દેશનાં આ ઉત્તર પિૃમ પ્રાંતમાં કોરોના વધુ વકરે અને સ્થિતિ વણસે તેવી ભીતિને પગલે સરકારે ચુસ્ત પ્રતિબંધો લાદ્યા છે . આ વિસ્તારોમાં ડેલ્ટા વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે . મોંગોલિયાનાં આ અંદરનાં વિસ્તારોમાં 35 , 700 લોકોને ઘરમાં જ કેદ કરાયા છે . છેલ્લા એક અઠવાડિયામાં અહીં 45થી વધુ નવા કેસ નોંધાયા છે . ચીનમાં સોમવારે નવા 38 કેસ નોંધાયા હતા જે પૈકી 19થી વધુ કેસ ઈનર મોંગોલિયામાં હતા . ચીનનાં 11 પ્રાંતોમાં સ્થિતિ વણસી રહી છે . બેઈજિંગમાં 12થી વધુ કેસ નોંધાતા સરકારે ટેસ્ટિંગ વધાર્યું છે . બેઈજિંગ , ઈનર મોંગોલિયા , ગાન્સુ , નિંગશિયા , ગુઈઝોઉનાં લોકો પર પ્રવાસ કરવા પ્રતિબંધ લગાવાયો છે .

તમામ પ્રવાસન સ્થળો તેમજ ટ્રેન સેવા બંધ કરાઈ છે . ન્યૂઝીલેન્ડમાં દરરોજ નોંધાતા નવા કેસનો આંકડો 109 થયો છે . જે બીજા ક્રમે સૌથી વધુ છે . ઓકલેન્ડમાં બે મહિના કરતા વધુ સમયથી લોકડાઉન અમલમાં હોવા છતાં ત્યાં વધારેમાં વધારે કેસ આવી રહ્યા છે . અહીં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2681 છે અને 28નાં મોત થયા છે .WHO ચીફ વિશ્વ આરોગ્ય સંસ્થા ના વડા ગેબ્રેયેસસે ચેતવણી ઉચ્ચારી હતી કે , કોરોના હજી વિશ્વમાંથી ગયો નથી . વિશ્વના તમામ દેશો ઈચ્છશે ત્યારે જ આ મહામારીનો અંત આવશે . વિશ્વનાં દેશોએ આ માટે તેમની પાસેનાં તમામ આરોગ્યલક્ષી સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો પડશે . જ્યારે આપણે ઈચ્છશું ત્યારે કોરોનાની મહામારીનો અંત આવશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *