ભાવનગરમાં ફટાકડાના સ્ટોલ માટે તંત્ર મંજુરી આપે છે, તેના કેટલાક નિતી નિયમો હોય છે, તેનું પાલન થાય છે કે કેમ તે મોટો સવાલ છે, કારણ કે, ફાયર વિભાગનું એનઓસી જ લેવાતું નથી, અધુંરામાં પુરૃં હોય તેમ તદ્દન રોડના કાઠે જ સ્ટોલ ઉભો કરવામાં આવે છે, સતત વાહનોની અવર જવર હોય છે, કોઈ અકસ્માત, દૂર્ઘના સર્જાય તો મોટી જાનહાનિ સર્જાઈ શકે તેમ છે, તદ્દન રોડના બદલે અમુક ફૂટ અંદરના ભાગે સ્ટોલ ઉભા કરવા હીતાવહ છે, પણ રોડ કાઠે જ સ્ટોલ ખડકાઈ રહ્યા છે, ત્યારે તંત્રએ નિયમોનું પાલન કરાવવા સાથે સલામતિ પગલા ભરવા માંગણી ઉઠી રહી છે. આ ઉપરાંત ચિત્રા યાર્ડ સામે જ શાક ભાજીના પાથરણાવાળાઓ પણ રોડ પર આવી જતા ટ્રાફિક જામની સમસ્યા વધી છે.
