અમદાવાદ શહેર માં ઈદ-એ-મિલાદ માટે ગુજરાત ના મુખ્યમંત્રી ને રાજુઆત કરવા માટે જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને વાંકાનેરના ધારાસભ્ય મોહંમદ પીરજાદા અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ સાથે મળીને ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવા માટે પરમિશન માટે રજુઆત કરી હતી. ગુજરાત રાજ્ય સરકારે ઈદ-એ-મિલાદ તહેવારોને લઈ વધુ એક ગાઈડલાઈન અમલ કરવા કહ્યું છે તા.19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન કરી શકાશે. તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે. પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે બિનજરૂરી ધમાલ મસ્તી કરતા અને વધુપડતો સમય રોડ પર જુલસૂ ફેરવવાની મનાઈ છે. જેતે વિસ્તારમાં જ ઝુલુસ ફેરવવું પડશે. માસ્ક ફરજીયાત પહેરી પોતાની અને બીજાને સુરક્ષિત કરવાની જવાબદારી સાથે તહેવાર સંપન્ન કરવો.