અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓની મહેરબાનીથી અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણો અને બિલ્ડીંગો ઉભા થઇ ગયા છે.
અધિકારીઓ અને વોર્ડના ઈન્સ્પેકટરોને ગેરકાયદેસર દબાણો અને બિલ્ડીંગ અંગે જાણ અને સત્તા હોવા છતાં તેઓ દૂર કરવાની કામગીરી કરતા ન હતા પરંતુ ફેબ્રુઆરીમાં કોર્પોરેશનની ચુંટણી બાદ ભાજપના શાસન આવ્યું હતું. ટાઉન એન્ડ બિલ્ડીંગ કમિટિ બનતાની સાથે જ ચેરમેન દેવાંગ દાણીએ શહેરમાં બની ગયેલી ગેરકાયદેસર બિલ્ડીંગોને તોડી પાડવા આદેશ કર્યા હતા. જેના પગલે શહેરના મધ્ય ઝોન એટલે કોટ વિસ્તારમાં જમાલપુર, ખાડિયા, રાયખડ, પાંચકુવા, સારંગપુર, દરિયાપુર અને કાલુપુર વિસ્તારમાં પાંચ માળ સુધી બની ગયેલી કુલ 14 જેટલી ગેરકાયદેસર બિલ્ડીંગો તોડી પાડી છે.