વલસાડ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે નવરાત્રીના પ્રથમ દિવસે 2 વર્ષ બાદ ધીમી ગરબાની રમઝટ જામી હતી. ગત વર્ષે કોવિડ મહામારીનો ધ્યાને રાખીને નવરાત્રીની ઉજવણી ઉપર અંકુશ લગાવવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે તેમાં ઘણી છૂટ મળતા ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વલસાડ માં ખૈલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી. વલસાડ એસએએચઇઆર એનએ ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર્સને વધાવવામાં માટે અનોખા થીમ સાથે ગરબાનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પોલીસ જવાનો અને સફાઈ કામદારોને સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે. માતાજીની આરતી સાથે કોરોના વોરિયર્સની પણ આરતી ઉતારી તેમની સેવાઓને બિરદાવવામાં આવી રહી છે. જ્યારે R M ડેસ્ટની ખાતે ખેલૈયાઓ રોજ અલગ અલગ થીમ સાથે ગરબાઓ રમી ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે.
જગતજનની મા અંબાની ભક્તિનું પર્વ ગઇકાલે શરૂ થયું છે , ત્યારે વલસાડ જિલ્લામાં અને શહેર શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિ રસનો અનોખો માહોલ સર્જાયો છે .ત્યારે પ્રથમ નોરતે મહોલ્લા અને સોસાયટીઓ માં માતાજી ની આરતી કરી ગરબા ની શરૂઆત કરી હતી.જેમ જેમ નવલા નોરતાના દિવસો આગળ વધશે એમ નવલા નોરતાનો રંગ જામશે.