ડાયટમાં આ કાળજી લો

આ એક એવું ડાયટ પ્રોગ્રામ છે જેમાં તમે 15 દિવસમાં 3 કિલો સુધી વજન ઘટાડી શકો છો. ગ્લૂટેન એક પ્રકારનો પ્રોટીન હોય છે જે ઘઉં અને તેમાંથી બનેલાં ફૂડમાં હોય છે. આ સિવાય જવ અને રઈમાં પણ તે જોવા મળે છે. વેટ વધારવામાં ગ્લૂટેન પણ જવાબદાર હોય છે.
ગ્લૂટેનથી થઈ શકે છે નુકસાન
લોટ અથવા મેદામાં લિસો પદાર્થ ગ્લૂટેન હોય છે. આ જ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. જેથી તેને અવોઈડ કરવું જોઈએ. ઘણાં લોકોને ગ્લૂટેન ડાઈજેસ્ટ થતું નથી. જો ગ્લૂટેન ન ખાવામાં આવે તો તેનાથી કોઈ નુકસાન કે બોડીમાં કોઈ કમી આવતી નથી. ત્યાં જો તેને વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો વેટ વધે છે શું છે ગ્લૂટેન ફ્રી ડાયટ
આ ડાયટમાં ઘઉં, જવ અને રઈથી બનેલી કોઈ જ વસ્તુ બિલ્કુલ ખાવી નહીં. આની જગ્યાએ એવું ડાયટ પ્લાન ફોલો કરો જેમાં તમને પ્રોટીન વધુ મળે. ગ્લૂટેન ભૂખ વધારે છે જેથી તેને ન ખાવાથી આપણને ફાયદો જ થાય છે.
ગ્લૂટેન છોડવાના અન્ય ફાયદાઓ
ગ્લૂટેનથી ભરપૂર વસ્તુઓ ઘણીવાર નાના આંતરડાને પણ નુકસાન પહોંચાડી શકે છે. જો તેને ન લેવામાં આવે તો આંતરડા વધુ સારી રીતે કામ કરી શકે છે. ઘમાં લોકોને ગ્લૂટેન એલર્જી પણ હોય છે. જેથી તેને ખાવાથી ઘણી સમસ્યાઓ પણ થાય છે.
અન્ય ટિપ્સ
• ડાયટમાં ગ્લૂટેન ન લેવાની સાથે ખાનપાનમાં ધ્યાન રાખવું, લીલાં શાકભાજી, ફળો અને સલાડ વધુ ખાઓ.
• વજન ઘટાડવા પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ જરૂરી છે.
• નિયમિત એક્સરસાઈઝ પણ વજન ઘટાડવા માટે જરૂરી છે. સાથે જ તમે યોગ પણ કરી શકો છો.
• બહારનો ખોરાક ખાવાનો બંધ કરીને ઘરનો જ ખોરાક ખાવાનો નિયમ બનાવવાથી પણ ઝડપથી વજન ઉતરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *