ચોખાને ધોયા બાદ જે પાણી વધે છે તેને આપણે બેકાર માનીને ફેંકી દઈએ છીએ. પણ શું તમે જાણો છો કે ચોખાનું આ પાણી સ્કિન અને વાળ માટે કેટલું ફાયદાકારક છે. જી હાં, તેના ઉપયોગથી વાળ સુંદર અને ભરાવદાર બને છે. ચોખા ધોયા પછી જે પાણી બચે છે તેમાં સ્ટાર્ચ અને વાળમાં જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જે વાળને મજબૂત બનાવવાની સાથે વાળની કેટલીક સમસ્યાઓ પણ દૂર કરે છે. તો ચાલો જાણી લો આજે ચોખાનું પાણી કઈ રીતે તમારા વાળ માટે લાભકારી છે.
વાળ ખરતાં થઈ જશે બંધ
જો તમારા વાળ પુષ્કળ તૂટતા અને ખરતાં હોય તો તમારા વાળમાં ચોખાના પાણીથી સ્પ્રે કરી પછી હળવા હાથે મસાજ કરો. તેનાથી વાળ મજબૂત બનશે . એમિનો એસિડ, વિટામિન અને મિનરલ્સની કમીને કારણે આવું થતું હોય છે. સાથે જ ચોખાના પાણીનો આ ઉપાય વાળ વધારવામાં પણ મદદ કરે છે.
ડ્રાય અને બેજાન વાળ
પ્રદૂષણ અને કેમિકલવાળા શેમ્પૂ, તેલનો ઉપયોગ કરવાથી અને ડાયટમાં ધ્યાન ન આપવાથી વાળ ડ્રાય અને બેજાન થઈ જાય છે અને તેની શાઈન પણ જતી રહે છે. જો તમને પણ આ સમસ્યા હોય તો શેમ્પૂ કર્યા બાદ ચોખાનું પાણી વાળમાં સ્પ્રે કરી હળવા હાથે મસાજ કરો અને પછી 5 મિનિટ બાદ પાણીથી વાળ ધોઈ લો.
ખોડો થઈ જશે દૂર
જો તમને ખોડાની સમસ્યા હોય તો ચોખાનું પાણી બહુ જ ફાયદો કરી શકે છે. તેનાથી સ્કેલ્પમાં રહેલો ખોડો દૂર થાય છે. તેના માટે ચોખાના પાણીમાં થોડો શિકાકાઈ પાઉડર મિક્સ કરીને વાળમાં લગાવો. પછી 1 કલાક બાદ વાળ ધોઈ લો. વાળમાં ખુજલીની સમસ્યા થતી હોય તો નારિયેળ તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને લગાવો અને કલાક બાદ ધોઈ લો