યામીએ કહ્યું કે તે કિશોરાવસ્થામાં આ રોગથી પીડિત હતી. આનો કોઈ ઈલાજ નથી. યામીએ ટ્વિટર પર પોતાની સ્કિનને દેખાડતા કેટલીક તસવીરો શેર કરી છે.યામી ગૌતમે લખ્યું, ‘હેલો મિત્રો, મેં હાલમાં જ કેટલાક ફોટા માટે શૂટ કર્યું છે. જ્યારે હું કેરાટોસિસ-પિલારિસ નામની મારી સ્કિનની સ્થિતિ છુપાવવા માટે પોસ્ટ-પ્રોડક્શન (એક સામાન્ય પ્રક્રિયા)માં જવાની હતી, ત્યારે મેં વિચાર્યું કે હું આ હકીકતને સ્વીકારી કેમ નથી શકતી? હું તેની સાથે સહજ છું. કેરાટોસિસ પિલારિસ એક એવી સ્થિતિ છે જે સ્કિન પર ખરબચડા પેચ અને નાના-નાના ખીલ જેવા બમ્પ્સ બને છે. યામીએ કહ્યું, ‘મેં મારું સત્ય તમારી સાથે શેર કરવાની હિંમત દર્શાવી છે. મને મારા ફોલિક્યુલિટિસને એરબ્રશ કરવું અથવા આંખોની નીચે સ્મૂધ કરવું અથવા મારી કમરને થોડો વધુ આકાર આપવાનું મન નહોતું. હું જેવી દેખાઈ રહી હતી તેવી જ સારી અને સુંદર હતી.
યામીએ ખુલાસો કર્યો કે તે ઘણાં વર્ષોથી આ સમસ્યાથી પરેશાન છે અને હવે તેણે પોતાના ડરને દૂર કરવાનું નક્કી કરી લીધું છે. યામીએ જણાવ્યયું કે, ટીનેજમાં મને આ સ્કિન ડિસીઝ થયું હતું અને આ એક લાઈલાજ બીમારી છે. હું ઘણાં વર્ષોથી આનો સામનો કરી રહી છું અને આજે આખરે મેં મારા ભય અને અસુરક્ષાને છોડી દેવાનું નક્કી કર્યું. મને લાગે છે કે મારા ચાહકો હજુ પણ મને પ્રેમ કરશે અને મારી ખામીઓ દિલથી સ્વીકારશે.
