શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની 2 ઓક્ટોબરની સાંજે ડ્રગ સંબંધિત કેસમાં અટકાયત કરવામાં આવી અને બીજા દિવસે તેની ધરપકડ કરવામાં આવી. આર્યનને 4 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાંથી જજે તેને 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં મોકલી દીધો છે. આર્યન પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે, તેમાંથી એક પણ આરોપ અત્યાર સુધી સાબિત થયા નથી. આર્યન પહેલો વ્યક્તિ નથી જે ડ્રગ કેસમાં હેડલાઈન્સમાં આવ્યો હોય. તેની પહેલા હિન્દી સિનેમામાં એવા ઘણા લોકો છે જે ડ્રગ્સના ચક્કરમાં ફસાય ગયા છે.
1) સંજય દત્ત
સંજય દત્તે તેના ઘણા ઇન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી કે તે ડ્રગ્સ કરતો હતો. સંજય પોતે કહે છે કે જ્યારે તેને તેની માતા નરગીસની બીમારી વિશે ખબર પડી, ત્યારે તેણે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું.
2) ફરદીન ખાન
ફિલ્મ ‘પ્યાર તુને ક્યા કિયા’ ની સક્સેસ પાર્ટી ચાલી રહી હતી. પરિવાર સાથે રાત્રિ ભોજન કર્યા બાદ ફરદીન મોડી રાત્રે પોતાની કાર સાથે નીકળ્યો હતો. તે પેડલર પાસેથી ડ્રગ્સ ખરીદવા ગયો હતો. પેડલરને રૂપિયા આપવા માટે તે ATMમાં પૈસા ઉપાડવા ગયો અને કાર્ડ મશીનમાં ફસાઈ ગયું. ત્યાર બાદ 5 મે 2001ના રોજ વહેલી સવારે 3 વાગે ફરદીન અને તેના પેડલરને NCBએ રંગે હાથે પકડ્યા હતા.
3) વિજય રાજ
ફેબ્રુઆરી 2005 માં, અભિનેતા વિજય રાજ તેમની ફિલ્મ ‘દિવાને હુએ પાગલ’ના શૂટિંગ માટે અબુ ધાબી ગયા હતા. ત્યાં એરપોર્ટ પર તેની હેન્ડ બેગમાંથી ડ્રગ્સ મળી આવી હતી. આ પછી તેની અટકાયત કરવામાં આવી અને તેને ત્યાંની જેલમાં પુરવામાં આવ્યા. વિજય સાથે 6 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
4) કંગના રનૌત
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, NCB ડ્રગ સંબંધિત મુદ્દાઓ પર પૂછપરછ માટે એક પછી એક બોલીવુડ સ્ટાર્સને બોલાવી રહી હતી. આ દરમિયાન કંગના રનૌતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા કહ્યું હતું કે બોલિવૂડના 99% લોકો ડ્રગ્સનું સેવન કરે છે. આ સાથે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વીડિયોમાં, કંગના કબૂલાત કરતી જોવા મળે છે.
5) મમતા કુલકર્ણી
એપ્રિલ 2016 માં પોલીસે સોલાપુરમાં એવન લાઇફ સાયન્સ લિમિટેડ નામની ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી 20 ટન એફેડ્રિન મળી આવ્યું હતું. ડ્રગ રેકેટ કેસમાં સોલાપુર ફેક્ટરીમાંથી કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
