તારક મહેતના ઉલ્ટા ચશ્મા સિરિયલના નટુકાકા તરીકે પાત્ર ભજાવનાર ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી રહ્યા. 77 વર્ષની વયે ગઇ કાલ એટલે કે 3 ઓક્ટોમ્બરે નિધન થયુ હતુ. છેલ્લા એકાદ વર્ષથી કેન્સરની બિમારીથી પિડાતા હતા. અને તેમનુ ગઇ કાલે નિધનના સમાચાર મળતા ગુજરાત અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ સર્જાઇ ગયો હતો. એક ગુજરાતી કલાકાર તરીકે કારર્કીદીની શરૂઆત કરી બોલીવુડ સુધીની સફર ઘનશ્યામભાઇ અમીન ઉર્ફે નટુકાકાએ ઘણો સંઘર્ષ કર્યો હતો. પરંતુ તારક મહેતાના ઉલ્ટી ચશ્માની સિરિયલ સૌથી વધુ ચાહના ઉભી કરી હતી. જો તેમના કરેલા કામોની વાત કરવામાં આવે,તો ઘણા બધા નાટકો, સિરિયલો અને બોલીવુડની ઘણી હીટ ફિલ્મો પણ કામ કરી ચુક્યા છે. ઘનશ્યામભાઇ અમીન ઉર્ફે નટુકાકા એટલા માટે યાદ કરવા પડે,કે અમદાવાદની ધરતી પર આવી તેમને તેમના જીવનમાં કેવો સંઘર્ષ કર્યો હતો. તેનો એક વિડિયો સોસિયલ મિડિયામાં વાયરલ થયો છે. અમદાવાદ ખાતે યોજાયેલ એક એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઘનશ્યામભાઇ અમીને એવોર્ડ મેળવ્યો હતો. અને તેમણે સંઘર્ષ ભર્યા જીવનમાં કેવી રીતે જીવન જીવ્યા તેની એક ઝલક આ વિડિયોમાં વ્યકત કરી હતી.