ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન કુલ 54.24 ટકા થયુ છે . જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 7 કોલવડા-વાવોલમાં 67 ટકા મતદાન થયુ હતુ. જ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ નંબર-5 પંચદેવમાં 37 ટકા મતદાન થયુ હતુ. ઓછા મતદાનને કારણે દરેક રાજકીય પક્ષો ચિંતામાં મુકાઇ ગયા છે. ભાજપ માટે આ ચૂંટણી જીતવાની સાથે ટેસ્ટ સમાન માને છે. તો કોંગ્રેસ ફરી બેઠુ થવાની આશા સેવુ રહ્યુ છે. તો આપ માટે પાટનગરમાં પોતાની જગ્યા બનાવશે તેવી અપેક્ષા રાખી રહ્યુ છે. કુલ 11 વોર્ડમાં 44ના તમામ રાજકીય ઉમેદવારોની ભાવિ ઇવીએમ મશીનમાં સીલ કરી દેવામાં આવ્યુ છે. અને આવતી કાલ સવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગાંધીનગર સેક્ટર-15માં આવેલ કોલેજમાં કોર્પોરેશનની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.