રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહેસાણામાં યોજેલ એક બેઠકમાં કહ્યુ હતુ, ફરી કોરોનાનો કહેર ન મચાવે તે માટે આરોગ્ય વિભાગ એલર્ટ છે. પરંતુ લોકોએ પણ એટલા જાગૃત રહેવાની જરૂર છે. આ સાથે રાજ્યમાં વેક્સિનેશન અભિયાન પણ પૂરજોષમાં કરવામાં આવી રહ્યુ છે. આગામી ત્રણથી ચાર મહિનામાં 100 ટકા વેક્શિન થાય તેવા વિભાગના પ્રયાસો છે. અત્યાર સુધીમાં પ્રથમ ડોઝના 85 ટકા જેટલુ વેક્શિન થયુ છે. 50 ટકા બીજા ડોઝનુ વેક્સિનેશન થઇ ચુક્યુ છે. આગામી દિવસો વધુ વેક્સિનેશન થાય તેવા વિભાગના પ્રયત્નો છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેલ વાતને ધ્યાને લેતા દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ઉભી કરવાનો નિર્ધાર કર્યો હતો. અને 2022 સુધીમાં ગુજરાતમાં મેડિકલ ની 6400 સિટ ઉપલબ્ધ થશે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહેસાણા ખાતે આવેલ કમલમ ખાતે મંત્રી બન્યા બાદ પહેલીવાર આવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અને કમલમ ખાતે કાર્યકરો સાથે એક બેઠક પણ યોજી હતી.