ફ્લિપકાર્ટ 2000 ઇલેક્ટ્રિક વાહનો મેદાનમાં ઉતારી તેનાથી ડિલિવરી કરશે : એમેઝોન 14 શહેરોમાં 35 સ્થળોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે ફ્લિપકાર્ટ અને એમેઝોન દિવાળીએ ધમાકેદાર ઓફર્સ લાવી રહ્યું છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં આ ઓફર્સ મુકવામાં આવે તેવો અંદાજ છે. જેને લઈને બન્ને ઇ કોમર્સ પ્લેટફોર્મ સજ્જ પણ થઈ ગયા છે. આ માટે ફ્લિપકાર્ટ ડિલિવરી માટે 2000 ઇલેક્ટ્રિક વાહનો મેદાનના ઉતારવાનું છે.
તો સામે એમેઝોન 14 શહેરોમાં નવી 35 જગ્યાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે.બન્ને ઇ કોમર્સ પ્લેટફોર્મ દિવાળીની ઓફર્સમાં ઈલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, હોમ અપ્લાયન્સિસ, ફેશન, ગ્રોસરી સહિતની પ્રોડક્ટ ઉપર ડિસ્કાઉન્ટ મળશે બન્ને ઇ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકો આકર્ષવા એકબીજાથી ચડિયાતી ઓફર્સ આપવા પ્રયત્નો કરી રહ્યા છે. એમેઝોન પર ‘ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવ’ અને ફ્લિપકાર્ટ પર ‘ધ બિગ બિલિયન ડેઝ’ નામનો સેલ શરૂ થવાનો છે. બંને સેલ 3 ઓક્ટોબરથી શરૂ થશે