સપ્ટેમ્બરમાં વરસાદે તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ

રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. રાજ્યના 96 જળાશય હાઈઅલર્ટ પર છે. ખંભાતના અખાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યૂલેશનના કારણે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તથા ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકવાની શક્યતાની ચેતવણીને ધ્યાને લઈ સુરત જિલ્લાના દરિયા કિનારાના પર્યટન સ્થળ ડુમ્મસ બીચ, સુંવાલી બીચ તેમજ ઓલપાડ તાલુકાના દરિયા કિનારાઓ પર તા.૩૦/૦૯/૨૦૨૧ થી તા.૦૧/૧૦/૨૦૨૧ સુધી પ્રવાસીઓની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ દરિયામાં રહેલી તમામ બોટોને તાત્કાલિક પરત આવવા સૂચના આપી. ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના આંકડા આમોદ – 1 ઇંચ, અંકલેશ્વર – 2.5 ઇંચ, ભરૂચ – 4.5 ઇંચ, હાંસોટ – 3 ઇંચ, જંબુસર – 2 ઇંચ, નેત્રંગ – 12 મી.મી., વાગરા – 3 ઇંચ, વાલિયા – 2 ઇંચ, ઝઘડિયા – 2 ઇંચ, જુનાગઢના વિસાવદરમાં બારે મેઘ ગ્રામ્ય વિસ્તારમાં 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આંબાજળ ડેમમાં પાણીની આવક વધી. ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલાયા. નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. 5 ગામોને એલર્ટ કરાયા. ખેતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ વધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *