બિઝનેસ મેન રાજ કુંદ્રાને પોર્નોગ્રાફી કેસમાં જામીન મળી ગયા પછી અભિનેત્રી શિલ્પા શેટ્ટી દરરોજ સોશિયલ મીડિયા પર પ્રેરણાદાયક પોસ્ટ શેર કરે છે. હવે અભિનેત્રીએ ફેસલો કરવા અને તેની જવાબદારી હોવા અંગે એક સુંદર વાત શેર કરી છે. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક પુસ્તકની તસવીર શેર કરી છે અને તેમાં લખ્યું છે ‘પોતા પર નિર્ભર રહો. સંકટનો સામનો કરી રહેલી એક ચરિત્રવાન વ્યક્તિ આપણી પાસે આવે છે એ તેના સંકટમાંથી બહાર નીકળવા માટે પોકાર કરે છે તેની જવાબદારી લે છે અને તે સ્વીકારે પણ છે- ચાર્લ્સ ડે ગોલ.’ શિલ્પાએ આગળ જણાવ્યું છે, ‘અંતે તો આપણે જે કરીએ છીએ, પસંદ કરીએ છીએ અને જે નહીં કરી. તેના માટે આપણે પોતે જ જવાબદાર છીએ. જો આપણે ભાગ્યશાળી હોઈએ તો આપણને મિત્રો અને પરિવારજનોને પૂરતો સપોર્ટ મળે છે, પણ ચોક્કસ બિંદુ પર આપણે નિર્ણય લેવા અને જવાબદારી લેવાની આવશ્યકતા રહેલી છે. સાચું કે ખોટું એ આપણા પર નિર્ભર રહેલું છે.
વધુમાં શિલ્પાએ લખ્યું છે કે ‘મને ઘણી સલાહ અને સમર્થન મળે છે, પણ હું માનું છું કે અંતે તો એ મારા પર નિર્ભર કરે છે કે હું જીવનમાં મહત્ત્વના નિર્ણય કરું.’ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થઈ એ પછી શિલ્પો તેની કામગીરીમાંથી બ્રેક લીધો હતો. જોકે હવે તેણે તેનું કામ શરૃ કરી દીધું છે. હજી ૨૦ સપ્ટેમ્બરે જ મુંબઈની સેશન્સ કોર્ટે રાજ કુન્દ્રાને ૫૦ હજારના હાથ મુચરકા પર જામીન આપી છે.