અમદાવાદ શહેરમાં વરસાદ પડતા જ રસ્તાઓની હાલત કફોડી બની છે. છેલ્લા એક સપ્તાહથી વરસાદ શહેરમાં વરસાદને કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રસ્તાઓની હાલત ગંભીર બની છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તો બીજી બાજુ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના જીવરાજ પાર્ક,સરખેજ,પાલડી,મહાદેવનગર,ઓઢવ, વસ્ત્રાલ, રામોલ, સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખૂબજ કથળી છે. છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પેટમાં પાણી પણ હલતુ નથી. રાજ્ય સરકારે તાજેતરમાં મહાનગરપાલિકાઓના રસ્તાઓનુ સમારકામ કરવા માટે આદેશો આપ્યા છે. છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓએ કોઇ પગલા નથી. હાલમાં બિસ્માર રસ્તાઓને કારણે લોકોને હાલાકીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.