ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય નીમાબેન આચાર્ય તથા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ આહિરનુ ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યુ હતું. વિધાનસભા ખાતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શાસક પક્ષના દંડક પંકજભાઈ દેસાઈએ સચિવ ડી.એમ.પટેલને આ ઉમેદવારી પત્ર સૂપરત કર્યુ હતુ. આ અધ્યક્ષ તરીકેના ફોર્મમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સમર્થન આપ્યુ છે. હવે નવી નિમાયેલી સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીમાબહેન આચાર્ય અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ આહિરની નિમણૂંક થશે.