મુંબઈના સાકીનાકામાં 34 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરાઈ

હાલમાં જ મુંબઈના સાકીનાકામાં 34 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરાઈ હતી. મુંબઈના નિર્ભયાકાંડ તરીકે જાણીતી આ ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં ડોમ્બિવલીમાં 14 વર્ષીય કિશોરી સાથે 29 શખસે આઠ મહિના સુધી બળાત્કાર ગુજાર્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે.
આ કેસમાં પોલીસે 33 વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને 23 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બાકીનાની શોધખોળ ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે સગીર પણ છે. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરાઈ છે.
પોલીસના મતે, 14 વર્ષીય પીડિતા ડોમ્બિવલીની રહેવાસી છે. તેની ફરિયાદ પછી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. એડિશનલ પોલીસ કમિશનર દત્તાત્રેય કરાલેના જણાવ્યા પ્રમાણે, આ પીડિતાના પ્રેમીએ જ તેમના શારીરિક સંબંધનો એક વીડિયો બનાવી લીધો હતો.આ વીડિયોના આધારે તેણે અને તેના મિત્રોએ પીડિતાને આઠ મહિના સુધી બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરતા રહ્યા. ધરપકડ કરાયેલા કેટલાક આરોપી રાજકીય પક્ષો સાથે પણ જોડાયેલા છે. આ પીડિતાની થાણેમાં સારવાર ચાલી રહી છે, જેની હાલત સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *