ગાંધીનગર માં હાર્દિક પટેલ જ્યાં મિટિંગો યોજતો હતો તે સામ્રાજ્ય ફાર્મના માલિકની હત્યા થઈ છે

હાર્દિક પટેલ જ્યાં મિટિંગો યોજતો હતો તેવા ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મમાં તેના જ માલિક અને કોંગ્રેસના આગેવાન પ્રવિણ માણિયાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે એવો દાવો કર્યો છે કે, હડમતિયા- સરગાસણ રોડ પર આવેલા સામ્રાજ્ય ફાર્મ ખાતે જમીન દલાલ પ્રવિણ માણિયા અને તેના બે મિત્રો વચ્ચે પાર્ટીમાં કોણ વઘારે સારી પાર્ટી આપે તે બાબતને લઇને શરૂ થયેલી સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ લીધું હતુ.

જેમાં એક મિત્રએ જમીન દલાલ પ્રવિણ માણિયાની છાતીમાં ગોળી મારી દીધી હતી. તો અન્ય આરોપીએ પ્રવિણ માણિયાએ તલવાર મારતા ઇજાઓ થઇ હતી. શુક્રવારે રાતના સમયે બનેલી આ ઘટના બાદ મુખ્ય બે આરોપી, બોપલનો તરૂણસિંહ ઝાલા અને તારાપુરનો જયદિપસિંહ ગોહિલ નાસી જતાં ગાંધીનગર સેક્ટર-7 પોલીસ તેમને શોધી રહી છે. આ પાર્ટીમાં હાજર અન્ય સાત જેટલા લોકોને પોલીસે પુછપરછ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *