Kitchen Tips – શાકભાજી અને ફળ ઓછા ટાઈમમાં કાપવાની ટ્રીક્સ

રસૉડામાં સૌથી વધારે ટાઈમ શાકભાજી કાપવામાં લાગે છે તેથી ઘણા લોકો રાત્રે જ શાકભાજી કાપીને રાખી લે છે. જેનાથી સવારે ભોજન રાંધતા ટાઈમ બચી જાય. પણ આ ટ્રીકથી તમે થોડા સમય બચાવી લો છો પણ તેનાથી શાકભાજી તાજી નહી રહે. તેથી અમે તમને જણાવી રહ્યા છે શાકભાજી કાપવાની સરળ રીત

ચૉપિંગ કરતા સમયે તમારી સુરક્ષાની પણ કાળજી રાખવી. ઘણીવાર ચૉપિંગ કરતા સમયે આંગળી કપાઈ જાય છે. તેનાથી ખબર પડે છે કે તમને ચૉપિંગ સ્કીલ્સ આટલા સારા નથી. જ્યારે પણ ચૉપિંગ કરવી ફળ અને શાકભાજી પર ગ્રિપ સારી રાખવી. ચૉપિંગ કરતા આંગળીઓ હમેશા અંદરની બાજુ રાખો. તેનાથી કાપવાનો ડર ખૂબ ઓછુ થઈ જાય છે.

ફળ શાકભાજી કાપવામાં એક્સપર્ટ બનાવવા માટે તમારી છરીની હોલ્ડિંગ પણ ખૂબ મેટર કરે છે. તમને કદાચ આ સિંપલ કામ લાગે પણ છરીને સારી રીતે હોલ્ડ નહી કરવાથી તમને ચૉપિંગમાં વધારે સમય લાગે છે.

ચૉપિંગ બોર્ડથી સરળ થશે કામ
ફાસ્ટ એંડ ફાઈન ચૉપિંગ માટે ચોપર બોર્ડ ખૂબ જરૂરી છે. ફળ શાકભાજી કાપતા સમયે હમેશા ચૉપિંગ બોર્ડની મદદ લેવી. તેનાથી તમે સાચી રીતે અને જલ્દી શાકભાજી કાપી શકો છો. ચૉપર બોર્ડ પર છરીનો ઉપયોગ હમેશા છરીની ટિપને બોર્ડ પર રાખવું. પ્રોફેશનલ શેફ કટિંગના દરમિયાન આ ટ્રીકનો ઉપયોગ કરો છો. તેનાથી તમારુ કામ ખૂબ સરળ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *