શાકભાજીના ભાવો તળિયે જતાં ખેડૂતોની હાલત કફોડી

શાકભાજીના ભાવો તળિયે જતાં પંચમહાલ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. કાલોલ તાલુકાના રાબોડ અને કંડાચ ગામના ખેડૂતોએ તો કેટલાક શાકભાજી પશુઓને ખવડાવવા અને ફેંકી દેવાની શરૂઆત કરી છે તો કેટલાકે ઉભા પાકને ઉખાડી નાંખી ટ્રેકટર ફેરવી દીધું છે.

સરકાર ખેડૂતોના હિતમાં શાકભાજીના ભાવો નિયંત્રીત કરે એ અનિવાર્ય બન્યું છે નહીં તો ખેડૂત પાયમાલ થતો જશે અને એક દિવસ આત્મહત્યા કરવા મજબૂર બનશે. એક તરફ્ હાલ વરસાદે લાંબો વિરામ લીધો છે જેને લઈ ચોમાસા આધારિત ખેતીમાં બરક્ત આવે એવી કોઈ સ્થિતિ જોવા નથી મળી રહી છે જેને લઇ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે.

બીજી તરફ્ આ સ્થિતિ અને અપૂરતી સિંચાઈ સુવિધાને લઈ ખેડૂતો રોકડીયા એવા બાગાયતી પાકો તરફ્ વળ્યાં છે. જેમાં પણ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કંડાચ અને રાબોડ ગામના ખેડૂતો તો શાકભાજીની ખેતી જ કરી રહ્યા છે.

પ્રતિ વર્ષ ઉત્સાહભેર દૂધી,કારેલા, ટીંડુંરા,કોળુ,રીંગણ, ગલકા,તુરિયાની ખેતી કરી રહ્યા છે. મોંઘાદાટ ખાતર-બિયારણ અને દવાઓનો ખર્ચ કરી પોતાનો પરસેવો પાડી નફે મળવાની આશાએ આ વર્ષે પણ ખેતી કરી દીધી હતી અને પાકનો ઉપજ પણ સારી થઈ છે. શાકભાજીની મબલખ ઉપજ છે ત્યાં જ ભાવો તળિયે જતાં રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *