ભારતીય બેડમિન્ટન ટીમમાં ગુજરાતી ખેલાડીની પસંદગી થતાં સો કોઈ હર્ષની લાગણી અનુભવી રહ્યું છે. મહેસાણાની તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તસનીમ મીર ગુજરાતમાં પસંદગી પામનારી સૌપ્રથમ બેડમિન્ટન ખેલાડી છે. મહેસાણાના તસનીમ મીર પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલ સાથે ભારતીય ટીમમાંથી રમશે. તે ડેન્માર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં રમશે.
મહેસાણાના તસનીમ મીર રાજ્ય સ્તરે સારા પ્રદર્શન બાદ નેશનલ લેવલે 22 વખત ચેમ્પિયન બની છે. આ પૂર્વે મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે દુબઈમાં બે ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય સ્તરે પાંચ ટાઈટલ મેળવ્યા છે. તસનીમે રશિયા ઉપરાંત આ પહેલાં દુબઈ અને નેપાળમાં પણ ટાઇટલ જીત્યું હતું.
મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ઓગષ્ટ 2021માં બલ્ગેરિયાના પેઝારઝિકમાં યોજાયેલી અન્ડર-19 જુનિયર ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશનિપમાં ચેમ્પિયન બની હતી.